सत्य कथा

મજલી આપા

 

 

 

ઘર માં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘર ના વડીલ શૌકત આપા આજે ખુદા ની  રહેમતે પહોંચી ગયા હતા.પાંચ પુત્રો,એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓ ને,નાતી- નવાસીઓ ને વહુઓ તથા સગા સબંધીઓ ને રડતા મૂકી ને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા.ઘર નું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલ માં એક અવાજ દબાઇ જતો હતો.

      એક ખૂણા માં બે ઘૂંટણ વચ્ચે માથું દબાવી ને છાનું છાનું રડતા મજ્લી આપા પર કદાચ કોઇ નું ધ્યાન નહોતું.હોય પણ ક્યાંથી?શૌકત આપા ની મય્યત ની આસ-પાસ ના કોલાહલ માં જ મજલી આપા નું છાનું રૂદન દબાઇ જતું હતું.

 

હા,.આ એજ મજલી આપા જે  શૌકત આપાની સાથે-સાથે જ આજ થી લગભગ પંચાવન વર્ષ પહેલા આ ઘર માં પ્રવેશ્યા હતા.પાંચ બહેનો અને એક ભાઇ ના કુટુંબ માં

થી આવેલા મજલી આપા ના પિતા ખંભાત ના નવાબ સાહેબ ના દારોગા હતા.મજ્લી આપા વચેટ હોવાથી તેમને ભાઇ બહેનો મજલી આપા કહેતા.બંને બહેનો એકજ ઘર માં સબંધે દેરાણી-જેઠાણી પણ થતા હતા.શૌકત આપાને અલ્લાહે પાંચ પુત્રો અને એક પુત્રી ની બક્ષીશ આપી હતી.જ્યારે મજ્લી આપાનો ખોળો લગ્ન ને પંદર વર્ષ પછી પણ ખાલી હતો.અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે ક્રુપા દ્રષ્ટિ કરી,અને મજલી આપાત્રણ પુત્રીઓ અને એક પુત્ર ની માતા બન્યા.પતિ અલીરઝા એક સરકારી કર્મચારી હતા.નાનકડા પગાર માં ત્રણ દીકરીઓ તથા એક દીકરા ની ભણતર ની જવાબદારી કંઇ સહેલી નહોતી.જ્યારે મોટા ભાઇ અલીહૈદર ની નોકરી પણ છૂટી ગઈ હતી.અલીરઝા મોટા ભાઇ ને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતન માં રહેતા.ખૂબજ ગરીબાઇ માં શૌકત આપા-અલીહૈદરેતેમના પાંચેય પુત્રો ને સારુ શિક્ષણ આપ્યું.

 

       બીજી બાજુ મજલી આપા-અલીરઝાએ પણ તેમની દીકરીઓ ને સારુ શિક્ષણ આપ્યું.પરંતુ દીકરીઓ ના શિક્ષણ પાછળ નીમજલી આપાની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેમની દીકરીઓ ને સારી સરકારી નોકરીઓ મળી ગઈ.સમાજ ના ઉચ્ચ એવા

સારા કુટુંબ માં દીકરીઓ ની શાદી કરી ને મજલી આપા  તો ધન્ય થઇ ગયા.દીકરીઓ ને ભણાવતી વખતે સાંભળેલા મહેણાંઓ નો કદાચ આ સુંદર જવાબ હતો..નવાબ સાહેબ ના દારોગા ની આ જિદ્દી પુત્રીએ આ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માં કેટલી શક્તિ છે?

    

  હજી પાંચ વર્ષ પહેલાં હિસ્ટેક્ટોમી નું ઓપરેશન કરાવતી વખતે દીકરી-જમાઇઓ,દીકરા-વહુ ની હાજરી થી ગદ-ગદ એવા મજ્લી આપા પોતાની મહેનત સફળ થઇ એવું અનુભવવા લાગ્યા.અને નાતી-નવાસીઓ ને શિક્ષણ પર ભાર મૂકી ને સમજાવવા લાગ્યા.ગરીબાઇ ને ખૂબ જ નજીક થી અનુભવી ચુકેલા મજ્લી આપાને મન શિક્ષણ ની અગત્યતા ખૂબ જ હતી.                     

 

 

     એકદમ થયેલા શોર-બકોર માં મજલી આપા ઝબકી ગયાં.માથું ઉંચું કરી ને જોયું તો શૌકત આપાના પાર્થિવ શરીર ને સૌ કોઈ એની અવ્વલ મંજિલ લઇ જવા નીકળ્યા  હતા.મજ્લી આપા લાક્ડી ના સહારે ઉભા થયા.રૂમાલ થી આંસુ લુછ્યા.ભરાયેલો ડૂમો અચાનક નીક્ળી ગયો.ઓ મેરી બડી દુ;ખિયારી આપા.

 

      એમના આ કરુણ આક્રન્દે મજલી આપા ની બાજુ મા બેઠેલી તેમની મજલી દીકરી ને હચમચાવી દીધી. એકજ ઘર માં જન્મ ,એકજ ઘર મા લગ્ન.સાથે સાથ રહીને એકબીજા ના દુ;ખ-સુખ સમજનાર બે બહેનો હવે વિખુટી પડી ગઇ હતી.

 

     જીવન ના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઇ ને મજલી આપા એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ મજલી આપા ની મજલી દીકરી વિચારતી  રહી.અને આજે મજલી આપા ના પેટે જન્મ લઇ પોતાને ધન્ય માનતી રહી..

 

 

 

 

 


4 टिप्पणियाँ


एक उत्तर दें

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदले )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदले )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदले )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदले )

Connecting to %s